Dhany re vela - Bhajan | RekhtaGujarati

ધન્ય રે વેળા

Dhany re vela

રૂપાંબાઈ રૂપાંબાઈ
ધન્ય રે વેળા
રૂપાંબાઈ

ધન્ય રે વેળા ધન્ય ઘડી, ધન્ય તે દિવસ ને રાતજી;

જ્યારે શ્રીવલ્લભરાય પ્રગટિયા, સઘળે જણાવી છે વાતજી.

ઘેર ઘેર હોયે વધામણી, ઉલટ અંગ માયજી;

જુવતીના જૂથ ટોળે મળી, સહુ તે વધાવાને જાયજી.

અમૃત પીધું રાણી રુકમિણી, જ્યાં પ્રગટ્યો વ્રજનો ભૂપજી;

રત્ન અમોલિક એહ છે, એહ અલૌકિક રૂપજી.

ઉદ્યોતકાર સઘળે હવો, કીધો છે તિમિરનો નાશજી;

જેજેકાર વરતી રહ્યો, ચોખંડે હવો તે પ્રકાશજી.

પરમ ઉદાર ઉદે હવા, કારણ વલી એહજી;

ભક્ત ઉપર કરુણા કરી, ભૂતલ ધરિયું છે દેહજી.

દરશન દીજે દયા કરી, અબળા તણો રે આધારજી;

રૂપાંબાઈ જાયે વારણે, વિલંબ કીજે તે લગારજી.

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 282)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી
  • વર્ષ : 1961