ધન્ન આજની ઘડી
Dhanna aajni ghadi
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
આજની ઘડી રે, ધન્ન આજની ઘડી,
નિરખ્યા જગનાથ, ધન્ન આજની ઘડી.
નિત પ્રતિ જ્યાં નાત અઢારે, ચોકી છે ખડી,
દાસ હરિના દાણ ન આલે, બીજા રહે અડી. નિરખ્યા૦
વર્ણ અઢારે એકઠા જમે, રૂડી રીતડી,
એક-બીજના મુખમાં આલે, પૂરણ પ્રીતડી. નિરખ્યા૦
જગનાં જીવન જોઈને રોયા, ભરી આંખડી,
મુખ દેખી મહા સુખને પામ્યા, ઠરી છાતડી. નિરખ્યા૦
રાત-દિવસ હૃદય રાખું, મેલુ નહિ ઘડી,
કહે ‘વિહારી’ દેવ છે મારા, જીવનની જડી. નિરખ્યા૦
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 101)
