dekho hirsagar ki laheriya - Bhajan | RekhtaGujarati

દેખો હીરસાગર કી લહેરિયા

dekho hirsagar ki laheriya

કેશવ કેશવ
દેખો હીરસાગર કી લહેરિયા
કેશવ

દેખો હીરસાગર કી લહેરિયા, એક લહેરી ઉગારામ કહાવે,

શબ્દ હીરા પ્રાપ્ત કરાવે, દે દેવે પદ અમરિયા... દેખો૦

દૂજી લહેરી રામ સાહેબ જો હોતી, પ્રાપ્ત કરાવે મોક્ષપદ મોતી,

તોડાવે જમ જંજીરિયા, દેખો હીરસાગર કી લહેરિયા... દેખો૦

તીસરી મૂળ મૌજ હૈ ઊઠી, ભર ભર ઉઠાવે વચનોની મૂઠી,

પહોંચાડે નિરભે નગરીમાં, દેખો હીરસાગર કી લહેરિયા... દેખો૦

ચોથી લહેરી ‘કેશવ’ કહાવે, ફિર મૂળ સાગરમાં મિલકે જાવે,

નિરભે હોઈ ગઈ નગરિયા, દેખો હીરસાગર કી લહેરિયા... દેખો૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001