Darshan de! - Bhajan | RekhtaGujarati

દરશન દે !...

Darshan de!

રાધીબાઈ રાધીબાઈ
દરશન દે !...
રાધીબાઈ

નરસંઈ મેહેતાલા હુંડી દીલી, મને ભાઈ તું દરશન દે;

નરસંઈ મહેતાલા લીલા દિલી, મને ભાઈ તું પરસન દે.

મામેરું તો કૃષ્ણા કીધું, રાધીબાઈને દરશન દે;

હાર આપીઓ હાથે ઝાલી, રાધીને કાંઈ દરશન દે.

શ્રાદ્ધ સારિયું જાતે જાઈ, બાઈ જાણી કાંઈ દરશન દે;

પાણી પાયું દેવા તુમ્હિ, રાધીબાઈલા દરશન દે.

વિ’વા કીધો શામળશાનો, રાધીબાઈને પરસન દે;

દરશન દીધાં આપે આવી, ઝાંખી તો ભાઈ કરશન દે.

મહેતા મોટા દેવ થયા છે, રાધીબાઈને દરશન દે;

‘રાધી’ ગુણ ગાઈ મહેતા કેરા, રાધેરમણા પરસન દે.

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમંજરી (પૃષ્ઠ ક્રમાંક 389)
  • સંપાદક : જેઠાલાલ ત્રિવેદી
  • વર્ષ : 1965