Dahapan koinu kam na aave - Bhajan | RekhtaGujarati

ડહાપણ કોઈનું કામ ન આવે

Dahapan koinu kam na aave

સહદેવ જોશી સહદેવ જોશી
ડહાપણ કોઈનું કામ ન આવે
સહદેવ જોશી

ડહાપણ કોઈનું કામ નહીં આવે, કોટી કરોને ઉપાય,

ભવિષ્યમાં માંડ્યું હોય તે થાય.

પરીક્ષિત રાજાને રઢું લાગી ત્યારે, મૃગયા રમવા જાય જી...

સાધુ મુનિવર સેવતાં, એને સર્પ દંશ શીદ થાય?... ભવિષ્યમાં૦

અર્જુન ભીમ ને નીકુળ સહદેવ ધર્મરાજ કહેવાય જી

પાંચ પાંડવ દેખતાં સતી દ્રૌપદી શીદને લૂંટાય?... ભવિષ્યમાં૦

રામ લખમણ જાણતા હતા ત્યારે, શીઘ્ર વનમાં જાય જી?

સતી સીતાને કલંક ચડાવ્યાં, રાવણ રણમાં રોળાય... ભવિષ્યમાં૦

મંગળ મૂરત લાભ ચોઘડિયું, ગુણપતિ પહેલાં પૂજાય જી,

જાણતા જોષી જોષ જોવે, એની રંગભરી શીદને રંડાય... ભવિષ્યમાં૦

હાણ લાભ છે હરિને હાથે, મૂરખ મન મલકાય જી,

એને તજી હરિચરણોમાં રે’વું, એમ 'સહદેવ જોષી' ગુણ ગાય... ભવિષ્યમાં૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • વર્ષ : 1989