છોડ વિષયનો ફંદ, મન તું
Chod vishay no fand man tu
કાનપુરી
Kanpuri
કાનપુરી
Kanpuri
છોડ વિષયનો ફંદ, મન તું, છોડ વિષયનો ફંદ,
પંચ વિષયના પ્રપંચ સઘલા, દે દારુણ દુઃખ દ્વંદ. મન તું૦
થા સાવધ વધ તું જાણું ઝટ, મિટે વિકટ ભવબંધ. મન તું૦
આતમ તત્ત્વ અભેદ જોઈને, ગા સદચિદ આનંદ. મન તું૦
શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ છે, માયા જલ અનંત. મન તું૦
સતસંગત સદગુરુની સેવા, છે અનહદ સુખ કંદ. મન તું૦
વિષ વિષય રગ રગથી છોડી, ભજ ભાવે ભગવંત. મન તું૦
‘કહાન’ જ્ઞાન દૃષ્ટિથી ચાલે, સાચા સંત મહંત. મન તું૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
