Chhe amrut ma zer mitro - Bhajan | RekhtaGujarati

છે અમૃતમાં ઝેર મિત્રો

Chhe amrut ma zer mitro

કાનપુરી કાનપુરી
છે અમૃતમાં ઝેર મિત્રો
કાનપુરી

છે અમૃતમાં ઝેર મિત્રો, છે અમૃતમાં ઝેર.

અસત સુખો ને મિથ્યા રસમાં, શી અમૃતની પેર? મિત્રો૦

સ્નેહનું સુખ પણ થોડી પળનું, ઝૂરી મરે આખેર. મિત્રો૦

સ્વાર્થ ત્યાગ નહિ કોઈ સ્થિતિમાં, ફરી વળો ચોફેર. મિત્રો૦

રાજપાટ સાહેબી શોભા, છે સંધે અંધેર. મિત્રો૦

અમૃતનો આભાસ પરંતુ, છે હળાહળ ઝેર. મિત્રો૦

વેરબુદ્ધિએ વાસ કર્યો ત્યાં, કાળો કળિયુગ કેર. મિત્રો૦

‘કહાન’ હરિરસ પાન કરે છે, તેને લીલાલ્હેર. મિત્રો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963