chetan daDi ramte hath chaDhi - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચેતન દડી રમતે હાથ ચઢી

chetan daDi ramte hath chaDhi

કેવળપુરી કેવળપુરી
ચેતન દડી રમતે હાથ ચઢી
કેવળપુરી

ચેતન દડી રમતે હાથ ચઢી,

કોઈ નૂરીજન હાથે ચઢી, કોઇ નૂરીજન રમને કાઢે હડી. ચેતન૦

તીન ગુણ કી દડી ગુંથાઇ, પાંચ તત્ત્વ રંગ મઢી,

નાડી ભેદ દશ બાંધી રુંધી, અગમ ચૌટે અડી... ચેતન૦

જયજયકાર સુરત હાથ ગેડી, ભીરૂ જીવ સી લડી,

જન્મ-મરણ કી દુગ્ધા મિટી, જીત્યા કી ગત જડી... ચેતન૦

અતિથ હોય અગમ ઘર આવે, વિવેક વિચાર શુદ્ધ વરી,

તન-મન અંખિયાં દાવ ઉતારે, ગગન બહેાત જશ ગડી... ચેતન૦

રમત રમી નર હુઆ સ્વરૂપી, મહાશૂન્ય પર મઢી,

સત્ય કેવળ ભ્રહ્મ માંહી સમાયે, ખેલ રમત નહીં ખડી... ચેતન૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ, કાવસજી પટેલ સ્ટ્રીટ નં. 5, કોટ, મુંબઈ
  • વર્ષ : 1909
  • આવૃત્તિ : 1