chadii dhun men re'naa jogeshvar - Bhajan | RekhtaGujarati

ચડી ધુન મેં રે’ના જોગેશ્વર

chadii dhun men re'naa jogeshvar

તોરલપરી રૂખડિયા તોરલપરી રૂખડિયા
ચડી ધુન મેં રે’ના જોગેશ્વર
તોરલપરી રૂખડિયા

ચડી ધુન મેં રે’ના જોગેશ્વર, દિલ કા ભેદ દેના,

તીન ખુટ મેં રમે જોગેશ્વર, બાલક હોકર રે’ના હોજી.

નેન સેન સમજાયું પ્રિયા તોરે, પરઘર શબ્દ નહીં કરના,

એહી બૂંદ સે હીરલા નીપજે, સો પરઘેર મત દેના હોજી... ચડી૦

યારી તો મરદું સે યારી, ક્યા તરિયા સે યારી,

પલમાં રે રોવે પલમાં રે હસે, પલમાં કરે ખુવારી હોજી... ચડી૦

પરનારી કો છોડ પ્રસંગા, મત લગાવા અંગા,

દશ મસ્તક રાવણનાં છેદ્યાં, પરનારીના સંગા હોજી... ચડી૦

ગગન મંડળ મેં ઊર્ધ્વ મુખ હુવા, તિહાં નીર કેરા વાસા,

સુગરા હાય સો ભરભર પીએ, નુગરા જાય પિયાસા હોજી...ચડી૦

રૂદે કમળ મેં સુર ચડ્યા, અંગડે રંગ લગાયા,

'તોલાપરી રૂખડીઓ' બોલ્યા, મૈં અભિયાગત તેરા હોજી... ચડી૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 198)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ