brahmno bhed jane jan anubhwi - Bhajan | RekhtaGujarati

બ્રહ્મનો ભેદ જાણે જન અનુભવી

brahmno bhed jane jan anubhwi

ગવરીબાઈ ગવરીબાઈ
બ્રહ્મનો ભેદ જાણે જન અનુભવી
ગવરીબાઈ

બ્રહ્મનો ભેદ જાણે જન અનુભવી, ભેદ જાણ્યા વિના ભ્રમણા ન જાવે,

ભ્રમણા ગયા વિના કરમ કહો કેમ ગળે, કર્મ ગયા વિના મરમ ન પાવે... બ્રહ્મ૦

મરમ લહ્યા વિના સંશયન ટળે, સંશય ટળ્યા વિના સર્વ કાચું,

કથની કથે અર્થ બહુ અનુભવે, રહેણી વિના પદ કેમ પામેં સાચું... બ્રહ્મ૦

સાચું સિદ્ધાંતનું રહસ્ય સમજે નહીં, ન સમજ્યે અરથ કશું ન સરે,

અનાત્મા સુઆત્માબુદ્ધિ જોએ, તેણે કરી વાસનાનું લિંગ ન ગળે... બ્રહ્મ૦

અણલિંગીને અનુભવી જાણજો, તેજ તત્ત્વદર્શી રહે જોઈ,

‘ગવરી’ આત્મા પરમાત્મા એક ભયે, દ્વૈતભાવ ન છોસે કોઈ... બ્રહ્મ૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન-1 (પૃષ્ઠ ક્રમાંક 828)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ સિરીઝ, મુંબઈ
  • વર્ષ : 1890
  • આવૃત્તિ : 3