bin kartal bajaiye - Bhajan | RekhtaGujarati

બિન કરતાલ બજાઈએ

bin kartal bajaiye

ઈમામ બેગમ ઈમામ બેગમ
બિન કરતાલ બજાઈએ
ઈમામ બેગમ

એજી હરદમ જપો પીરશાહનું જાપ,

જપતા રહીએ.

એજી મૂળ કમળ ભાઈ થીર કરી રાખો જી,

નાભિ કમળ કું જગાય... જપતા.

એજી સતગુર શબદ કા માંહે વાજા વજાઈએ જી,

સુરતી કું સુહાગ ચડાઈએ... જપતા.

એજી મુખ બિન ગાઈએ ને સરવણ બિન સુણીએ જી,

બિન કરતાલ બજાઈએ... જપતા.

એજી તાલ પખવાજ મરદંગ વાજે,

બિન રસના ગુણ ગાઈએ... જપતા.

એજી ઈંગલા, પિંગલા, સુખમણા નાડી જી,

ત્રિવેણી કે તીર પર ઠેરાઈએ... જપતા.

એજી ભમર ગુફા ઉપર તખત બિરાજે જી,

ઉઆં જાઈ નિશાન બજાઈએ... જપતા.

એજી કહેત ઈમામ બેગમ સુનો મોરા ભાઈ જી,

ઈયું કરી દરશન પાઈએ... જપતા.

સ્રોત

  • પુસ્તક : વસ્તુ અમૂલખ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : ફારૂક શાહ
  • પ્રકાશક : નવનીત સમર્પણ
  • વર્ષ : 2023