bijkhetar wawiyo, dhar payo manya - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બીજખેતર વાવિયો, ધર પાયો માંય

bijkhetar wawiyo, dhar payo manya

ખીમા મેઘ ખીમા મેઘ
બીજખેતર વાવિયો, ધર પાયો માંય
ખીમા મેઘ

બીજખેતર વાવિયો, ધર પાયો માંય,

સાચા ઠાકોર નીમિયા, જપો દેવ મોરાર.

ધરણ માથે વરખ મોર્યો, જેનાં ફળ ગયાં અપાર,

ચેતન નગરી ને પ્રેમ રાજા, બેઠા સુરીજન ચાર.

સુરીજન સામને સમરિયે, તારે તારણહાર,

જીરે રાણી તે દી’ હતો, મારી માને પેટ ગરભવાસ.

જેટલાં તીરથ નીમિયે, શરણાપતિ તીરથ હોય,

તીરથ ગંગા ગોદાવરી, જેનાં નરમાળા માંય સર.

બારા તણા બાર પુંજો, નરત સાંધો સરત,

નરતમાળા સરત સમરો, સુખમનાને ઘાટ,

કાયા વાડી હંસ ભમરો, ખેલે ગઢ મેલાણ,

જીરે રાણી તીરથરો, રાય છે મે'માન.

શિવ સુખતી આપ ઉમિયા, કાકણ ભરિયા ચાર,

પેલે કાકણ પવને પાણી, વનસંપત્તિ અઢાર.

ત્રીજે કાકણ ચંદો સૂરજ, મોકલ્યા મેઘ મલાર,

ચોથે કાકણ ધરમ છાયો, શિવ સુખતી ઘરે વાસ.

જીરે રાણી દુરીજન, જીણાંમાંયથી મેલ,

સુરજન મેળા મેં સુણ્યા, પાયા અપરમપાર.

પાના ફલ્યા ચોખ પૂર્યા, બેઠા રણશીરાય,

ધરા જાજમ અંકાશ તંબુ, બેઠા નકળંગપાટ.

રંભા નાચે વેદ વાંચે, હોવો જેજેકાર,

કર જોડી મેઘ ‘ખીમો’ બોલ્યા,

એમાં ચડ્યા સુરીજન ચાર.

સ્રોત

  • પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સર્જક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 1995
  • આવૃત્તિ : 1