Bhrant na rakho re ભ્રાંત ન રાખો રે - Bhajan | RekhtaGujarati

ભ્રાંત ન રાખો રે

Bhrant na rakho re ભ્રાંત ન રાખો રે

સવા ભગત સવા ભગત
ભ્રાંત ન રાખો રે
સવા ભગત

ભજનમાં ભ્રાંત રાખો રે, છે નભરાંતીનો ખેલ.

ભ્રાંત ભરાણી જેના અંગમાં, તેને દુઃખ સવાયાં દાડી,

જ્ઞાન-દૃષ્ટિથી ગોતજો નહીં તેા, વીંખી નાખશે વાડી... ભજનમાં૦

ભોરિંગ જેવી ભ્રાંત છે તેણે, ડસ્યો જુગ સારો,

સતગુરુનો બાળક કોઈ, રહ્યો ભ્રાંતથી ન્યારો... ભજનમાં૦

ઇન્દ્રિય વજરની નથી આપદા, તેથી ભ્રાંત દુઃખ ભારે,

જ્ઞાની નરને ગરે અંગમાં તો, શુભ ગુણ નાખે સંહારી... ભજનમાં૦

ભ્રાંતિલા માણસ જે થયા તે, ઘટને પાવન કરે,

અરથ બગાડી આપનો તો, લખ ચેારાસી ફરે... ભજનમાં૦

સ્વામી ફૂલગરજી સંત મળે, ત્યારે લે ગગનમાં લાગી,

'દાસ સવા' પર દયા કરીને, ભ્રાંત દેરડી ભાંગી... ભજનમાં૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989