ભેદુ રે મળે તો...
bhedu re male to...
દેવાસાહેબ
Devasaheb

ભેદુ રે મળે તો વાતું કીજિયે
ભેદુ મરમને જાણે
અણસમજુંને શું કહીએ?
પક્ષ પોતાનો તાણે
ભેદુ રે મળે તો કંઈ નથી, એકરસ થઈને રહીએ
આનંદ વાધે અતિ ઘણો, એ સુખ કેને કહીએ?
ભેદુ રે મળે તો વાતું કીજિયે...
હીરાના ગ્રાહક હીરા લે, મૂલ મોંઘેરા ખરચી
બીજા કાંઈ જાણે નહીં, રહીએ પોતામાં સચ્ચી
ભેદુ રે મળે તો વાતું કીજિયે...
મુક્તાફલની રે ગાંઠડી, ઉધાડી નવ કીજે
બદ્રીફલના ગ્રાહકને, એમ જ કેમ દીજે?
ભેદુ રે મળે તો વાતું કીજિયે...
વિષય વલ્લભ છે જેહને, તેને સુધા કેમ દઈએ?
કહે ‘દેવો’ એમ જાણીને, સાધુ શરણે રહીએ
ભેદુ રે મળે તો વાતું કીજિયે...



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : જૂન 2012 (પૃષ્ઠ ક્રમાંક 49)