ભેદ હૈ ન્યારા
bhed hai nyaaraa
દુલભસાહેબ
Durlabhsaheb

ભક્તિ ભેદ હૈ ન્યારા
સંતો ! ભક્તિ ભેદ હૈ ન્યારા રે... જી.
ભગવા કર કર લંગોટ ભિડાયા
શીષ મૂછ કેશ સમાર્યા રે... જી.
ભજન તંબૂરા તારા ભાર વિનાના,
(જો) ઉર ના હોય ઉજિયારા
સંતો ! ભક્તિભેદ હૈ ન્યારા રે... જી.
સુરતા ગગન મેં આસન સાધો
શીલ સંતોષ સંસારા રે... જી.
મોહ મમતા કું માર હઠાવો
મળે માલિક પ્યારા
સંતો ! ભક્તિભેદ હૈ ન્યારા રે... જી.
કોણ ગુરુ કોણ ચેલા તેરા,
ઘટ મેં જ્ઞાન ઉતારો રે... જી.
ગતાગતી કી ધૂન ચલ રહી સારી,
વા મેં નહિ મૂરખ ટપારા –
સંતો ભક્તિભેદ હૈ ન્યારા રે... જી.
ગગન મંડળ સે ગરુડ આયા,
ખેલ દેખાયા અપારા રે... જી.
માયા બિછાકર માયા હરી લીની
'દુલભ' કે' ગુરુ મારા
સંતો ભક્તિભેદ હૈ ન્યારા રે... જી.



સ્રોત
- પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
- વર્ષ : 2017
- આવૃત્તિ : પુનર્મુદ્રણ