ભાવથી કરો રે ભજન
Bhavthi karo re bhajan
બિહારીદાસ
Bihari das
બિહારીદાસ
Bihari das
ભાવથી કરો રે ભજન પ્રેમથી કરો,
આ સ્વપ્ન છે સંસાર, ભજન ભાવથી કરો !
ભાવે કરી ભગવાનને ભજો, પ્રપંચ પરહરો,
સતગુરુ સંત સેવ્યા વિના, નિશ્ચે નહિ ઠરો. આ૦
કાલનું જોખમ-જોર છે, તેને દેખીને ડરો,
ચેતીને તમે ચાલજો, આગળ ખેલ છે ખરો. આ૦
એક જ આતમરામને મુખે, અખંડ ઉચ્ચરો,
સૌ પહેલાં સંસારમાં પ્રાણી, સુખેથી તરો. આ૦
સદ્ગુરુના શબ્દ રૂડા, હૃદયમાં ધરો,
દાસ ‘વિહારી’ના દેવને ભજો, ભૂલાં કાં ફરો. આ૦
સ્રોત
- પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 102)
