ભક્તિ શિર સાટે કરીએ
Bhakti Shir sate karie
માનબાઈ
Maanbai
માનબાઈ
Maanbai
ભક્તિ શિર સાટે કરીએ, શીદને લોક થકી ડરીએ. ભક્તિ૦
સાચી ભક્તિ કરવી હોય તો, લાજ કેની ધરીએ,
સભામાં બેસી હરિગુણ ગાઇએ, શીદને શરમાઇએ. ભક્તિ૦
આજ કાલ કરતાં ગયો જન્મારો, દાવ આવ્યો તરીએ,
ઠેકડો મારીને ચઢી જઇએ, નાવ મળ્યું દરીએ. ભક્તિ૦
ઊંચ થકી અવતરીએ પ્રાણી નીચ ઘેર અવતરીએ,
ભજન વિના અથડાઇને લક્ષ ચોર્યાશી ફરીએ. ભક્તિ૦
● ● ● ● ● ● ●
ગુરુપ્રતાપે ‘માનબાઈ’ બોલ્યાં, સીતાવર વરીએ. ભક્તિ૦
સ્રોત
- પુસ્તક : નવીન કાવ્ય દોહન (પૃષ્ઠ ક્રમાંક 665)
- સંપાદક : હરિલાલ હ. મુનશી
