ભજન કરી લે ભાવે રે
Bhajan kari le bhave re
પ્રીતમ
Pritam
પ્રીતમ
Pritam
ભજન કરી લે ભાવે રે, ભવ ભટકણ ભાગે,
સંસાર સાગર તરતાં રે, ક્ષણુ વાર ન લાગે.
માયા મોહ નિદ્રામાં રે, ગાફલ શું ઘોરે,
પાંચ ચેાર વસે પાસે રે, આત્મ ધન ચોરે.
અચેત શું ઊંઘે છે રે, જો આંખ ઉઘાડી,
વેગે વણસી જાશે રે, કાયાની વાડી.
ચેત ચિદાનંદ મળશે રે, ટળશે અંધારું,
આ અવસર છે રૂડો રે, હોય કારજ તારું.
મહા પુરુષનો મારગ રે, તે પગલું સા’જે,
‘પ્રીતમ’ પ્રેમ ધરીને રે, હરિના ગુણ ગાજે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
