Bhai tu to bhaji le ne kirtar - Bhajan | RekhtaGujarati

ભાઈ તું તો ભજી લેને કિરતાર

Bhai tu to bhaji le ne kirtar

દાસ સત્તાર દાસ સત્તાર
ભાઈ તું તો ભજી લેને કિરતાર
દાસ સત્તાર

ભાઈ તું તો ભજી લેને કિરતાર....ભાઈ.

મોંઘો મનુષ્યદેહ તને ફરી નહીં મળે વારંવાર... ભાઈ૦

જૂઠી કાયા જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર,

રાજા ભરથરી ગોપીચંદ જુવો, છોડી ગયા ઘરબાર... ભાઈ૦

કામ ક્રોધ મદ માન મોહમાં, જ્ઞાને જુઓ નથી સાર,

અવસરને ચૂકી ગયા તો, ખાશો જમના માર... ભાઈ૦

લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખા મનમાં વિચાર,

સાચું કહું છું જૂઠું માને તો, મૂઓ કુટુંબ સંભાર... ભાઈ૦

સત ચલણ સદ્‌ગુરુની સેવા, સજ્જનને શણગાર,

દાસ 'સત્તાર' કહે કર જોડી, હરિ ભજો ઊતરો પાર... ભાઈ૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989