banknal ras piya yogeshwar - Bhajan | RekhtaGujarati

બંકનાળ રસ પીયા યોગેશ્વર

banknal ras piya yogeshwar

અરજણદાસ અરજણદાસ
બંકનાળ રસ પીયા યોગેશ્વર
અરજણદાસ

બંકનાળ રસ પીયા યોગેશ્વર, ઊલટી નાળ રસ પીવણા હો જી,

પીયા અમીરસ ભયા તો અમ્મર, ત્રિકુટી મહેલ પર તકિયા... યોગે૦

નાભિ કમળ સે પવના ઊલટ્યા, દિયા દિલ્લી સે ડેરા હો જી,

ખટ ચક્ર વીંધીને ચઢિયા, ગગન મંડળઘર કિયા... યોગે૦

તૃષા હૈ તન કી આશ પીવન કી, લહેર લગન ઘર લહિયા હો જી,

મગન ભયા મન ચઢી ખુમારી, રોમ-રોમ રમી રહિયા... યોગે૦

એક વચન જેણે સહી કરી માન્યા, એક વચન ઘર રહિયા હો જી,

નૂર નિરંજન નજર સે નીરખ્યા, સોહમ્ વચને ઘર આયા... યોગે૦

સાચી રે બંદગી કર લો બંદા ! ભજન કરો તો ભય ગઈયા હો જી,

દાસ ‘અરજણ’ જીવણ કે ચરણે, જોગી તો અમ્મર રહિયા... યોગે૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 1