bahunaminun banun - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બહુનામીનું બાનું

bahunaminun banun

આંબેવ ભગત આંબેવ ભગત
બહુનામીનું બાનું
આંબેવ ભગત

બહુનામીનું બાનું બેની! મારે

બહુનામીનું બાનું.

પ્રીતમ શું પ્રીતિ પ્રગટ વરતાણી,

હવે કેમ કરી રાખું છાનું? બેની ! મારે૦

વારે તેને વઢવાને વળગું

મત કેની માનું... બેની! મારે૦

નશાં આવી તારે નરભેં થઈ રહું,

નામ નથી કંઈ નાનું... બેની! મારે૦

અંધારું અંતરમાંથી અળગું થ્યું

રૂદે પ્રગટ્યા રવિ ભાનુ... બેની! મારે૦

‘આંબેવ’ કહે અમે અળગાં ક્યાં જઈએ

મારે પડ્યું તમ સાથે પાનું... બેની! મારે૦

સ્રોત

  • પુસ્તક : સતની સરવાણી (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : સં. નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, ફુવારા સામે, ગાંધી રોડ, અમદાવાદ-360001
  • વર્ષ : 2000
  • આવૃત્તિ : 1