baDa bhag te narna - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બડા ભાગ તે નરના

baDa bhag te narna

કેશવ કેશવ
બડા ભાગ તે નરના
કેશવ

બડા ભાગ તે નરના, જેને શ્વાસ સમરણી જડી,

શ્વાસ સમરણી જડી એ, સમરે છે ધડી ઘડી... બડા૦

એકવીસ હજાર છસો સમરે, સોહમમાં સુરતીમાં જાય ભળી,

ઓહંગ ઉઠાવી સોહમમાં મેળવો, અમર લોક મેં લાગે જડી... બડા૦

ખટ ચક્ર ઉપર શૂરા ચડશે, બંકનાળની ગમ પડી,

ગમમાં ગુરુ ગોવિંદ મળશે, ત્રિવેણી ઉપર જાય ચડી... બડા૦

ઇંગલા પિંગલા એક ઘર લાવો, સુખમણામાં જાય મળી,

ગંગા જમુના નિર્મળ નાહી લો, સરસ્વતી ઊલટે ફરી ફરી... બડા૦

ગગન જોઈને ‘કેશવ’ને મળ્યા, આવાગમનની આંટી ટળી... બડા૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001