atmagyan wina pranine - Bhajan | RekhtaGujarati

આત્મજ્ઞાન વિના પ્રાણીને

atmagyan wina pranine

ગવરીબાઈ ગવરીબાઈ
આત્મજ્ઞાન વિના પ્રાણીને
ગવરીબાઈ

આત્મજ્ઞાન વિના પ્રાણીને સુખ થાએ રે,

આત્મજ્ઞાન વિના મન વિશ્રામ પાએ રે.

આત્મજ્ઞાન વિના કોઈ સાધે જોગની જુગતી રે,

આત્મજ્ઞાન વિચાર વિના પાવે મુક્તિ રે.

આત્મજ્ઞાન વિના કોઈ કોઈ અડસઠ તીર્થ નાહે રે,

કામ ક્રોધ કોરા રહ્યા કે મુક્તિ પાએ રે.

આત્મજ્ઞાન વિના કોઈ ઘર તજી વન ખંડ જાયે રે,

ફલ ફૂલ વીણીને ખાએ કે મુક્તિ પાએ રે.

આત્મજ્ઞાન વિના પવન સાથે કે ગુફા સમારે રે,

આત્મજ્ઞાન વિના ચડે રંગ કરારે રે.

આત્મજ્ઞાન વિના મુનિ મતબાળા ફરે રે,

ઉપર રાતા ને ભીતર કાચા કે મુક્તિ ના મિલે રે.

આત્મજ્ઞાન વિના જટા વધારે જોગી રે,

નોકી તૃષ્ણા નાંહી બૂઝી કે જ્યાંનો રોગી રે.

આત્મજ્ઞાન વિના કોઇએ પંચાગ્નિ મેં તાપે રે,

કંઈ ઊંધે મસ્તક ઝૂલે, મુક્તિ આપે રે.

આત્મજ્ઞાન ધ્યાન મેં સેવ્યા અંતરજામી રે,

‘ગવરી’ પરમાત્મા પૂર્ણ બ્રહ્મને પ્રેમે પામી રે.

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન-1 (પૃષ્ઠ ક્રમાંક 828)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ સિરીઝ, મુંબઈ
  • વર્ષ : 1890
  • આવૃત્તિ : 3