are guruji phooD kapatni re manya - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અરે ગુરુજી ફૂડ કપટની રે માંય

are guruji phooD kapatni re manya

કરમશી ભગત કરમશી ભગત
અરે ગુરુજી ફૂડ કપટની રે માંય
કરમશી ભગત

અરે ગુરુજી ફૂડ કપટની રે માંય, વદું છું જૂઠી વાણી,

એમાંથી તમે ઉગારો રે મહારાજ, અંતર દયા આણી રે.

અરે ગુરુજી સત શબ્દ રે નિરધાર, ગુણ નવ ગાવે રે અરે,

એવા અંતર ઘટ અખંડ અપાર, તેને નવ ભાવે રે... અરે૦

અરે ગુરુજી નાભિએ નારાયણનું નામ, શ્વાસોમાં નવ જાણ્યું રે,

એવા ખાલી શ્વાસો ખોટા રે ખેંચાય, તેને શું વખાણું રે... અરે૦

અરે ગુરુજી વરી છું સંતોષ વરને આજ, ત્રણ લોકની રાણી રે,

એવા સંસાર ભવ સાગરની માંય, સમદૃષ્ટિથી જાણી રે... અરે૦

અરે ગુરુજી કિયાં આવું ને કિયાં જાવું, હુ નિરવરતી નારી રે,

એવા પુત્ર પામી જ્ઞાન ને વૈરાગ, શાંતિમાં સમાણી રે... અરે૦

અરે ગુરુજી શું રે સજું શણગાર, વિધવામાં સુખ ભાળ્યું રે,

એવા અંતરમાં ગુરુજી છો અપાર, ત્રિકમજી અમને તારો રે... અરે૦

અરે ગુરુજી અડગ ધરું રે ધ્યાન, ત્રિવેણીના તીરે રે,

એવા શૂન્ય શિખરગઢ શ્યામ, તેને જોવા આવી રે... અરે૦

અરે ગુરુજી અંતરે ઉગારજો, રવિ ભાણ જોતામાં સુરતા જાગી રે,

એવા ‘કરમશી’ને મળ્યા ગુરુ આનંદરામ, તેણે ભે ભાંગી રે... અરે૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001