અરસિક કેમ બન્યું? મન તું
arasik kem bnayu man tu
કાનપુરી
Kanpuri
કાનપુરી
Kanpuri
અરસિક કેમ બન્યું? મન તું, અરસિક કેમ બન્યું?
જગપાલક પ્રભુજીનું શરણું, શું તુંને ન ગમ્યું? મન તું૦
નિર્મળ હરિજન હલકા લેખી, નિષ્ઠુરને જઈ નમ્યું. મન તું૦
રગ ગર ભક્તિરસ ઊભરાયે, તે રસ્તે નહિ રમ્યું. મન તું૦
‘કહાન’ વિચાર કરી જો તુજને, શા માટે નિરમ્યું? મન તું૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 55)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
