anubhwi santo aawo - Bhajan | RekhtaGujarati

અનુભવી સંતો આવો

anubhwi santo aawo

કેવળપુરી કેવળપુરી
અનુભવી સંતો આવો
કેવળપુરી

અનુભવી સંતો આવો, લક્ષમાં અલક્ષ લાવો,

પ્રેમરસ સે’જે પાવો રે, આનંદરૂપી આવો.

કર્મ કરો ના કાંઈ, નામ ઉપાસો નાહિ,

ગુણાતીત થઈ ગાવો રે, આનંદરૂપી આવો.

ત્વં પદને રહો ત્યાગી, જોયું તત્ પદને જાગી !

લક્ષે અસિપદ લાગી રે, આનંદરૂપી આવો.

વેદ ચાર શબ્દની વાણી, નામરૂપની ભ્રાંતિ ના’ણી,

જોતાં વસ્તુ પાસે જાણી રે, આનંદરૂપી આવો.

જપોને અજંપા જાપ ! ત્રિવિધના ટાળો તાપ,

વ્યાપમાં સમાવો આપ રે, આનંદરૂપી આવો.

વસ્તુ ‘કેવળ’ તાણો-વાણો ! મહાપદ સે’જે માણો,

જીવ-ઈશ્વર-બ્રહ્મ એક જાણો રે, આનંદરૂપી આવો.

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3