anubhawni wijli chamke - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનુભવની વીજળી ચમકે

anubhawni wijli chamke

કૃષ્ણજી કૃષ્ણજી
અનુભવની વીજળી ચમકે
કૃષ્ણજી

ઉપનિષદનાં સરવડાં વરસે,

માંઈ અનુભવની વીજળી ચમકે,

કૈવલ્યમાં શુદ્ધ ચૈતન દરશે, પાંચમી ભોમે મહાલતા રે.

ધ્યે ધ્યાતાના ગર્વ ગાળિયા, તતપદ ત્વંપદ અસિપદે માળિયા,

વિધિ રે નિષેધનાં કાપડ બળિયાં, નિરાગુણ મારગ ચાલતાં રે.

વાસના જાળ સદા થઈ સમતા, અર્ક ઉદય થયો રજની આથમતાં,

વેદના મસ્તક ઉપર રમતાં, સાચે સાધન શોભતાં રે.

જીવન મુક્ત દશા છે સારી, આતમરામ સદા સુખકારી,

વાસણા લઈ જાઉં હું બલિહારી, મરજીવા એના ભોગિયા રે.

સંશય સ્વરૂપી સરપે ડસિયા, મન રે વાણીથી અગોચર વસિયા,

સતચિદાનંદ સમાધિના રસિયા, અણલિંગી અબધૂત જોગિયા રે.

નેતિ નેતિ કરી વેદ વિવેકે, સાંખ્ય શાસ્ત્ર નહીં એહને લેખે,

મુકતા ખેલે અદ્વૈત વેશે, દેહીનું અભિમાન ટાળવા રે.

હંસ ગતિમાં બગ શું જાણે, અનુભવ માંહી આપોપું વખાણે,

'કૃષ્ણજી' તત્ત્વવેત્તા તે જાણે, વિદેહી કેરી વાતમાં રે.

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 278)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6