ANubhavni ne eklu aanandma rahevu re - Bhajan | RekhtaGujarati

અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે

ANubhavni ne eklu aanandma rahevu re

કૃષ્ણદાસ કૃષ્ણદાસ
અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે
કૃષ્ણદાસ

અનુભવીને એકલું, આનંદમાં રહેવું રે.

ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ કહેવું રે. અનુ૦

એક જાણી આત્મા કોઈને દુઃખન દેવું રે;

સુખદુઃખ આવે સહેજમાં તે તો સહીને રહેવું રે. અનુ૦

ઊર્મિને બીજી તૃષ્ણાથી, અળગું રહેવું રે;

સમદૃષ્ટિ સમતાને ગ્રહી, આ૫ ખોવું રે. અનુ૦

આદિ, અંત, મધ્ય, એકાદ્વૈત ભાસ્યું રે;

આત્માના ઉદય થકી અજ્ઞાન નાસ્યું રે. અનુ૦

વેદ જોયા, પુરાણ જોયાં, સરવે તપાસી;

રામના નામથી કોઈ મોટું, સંત ઉપાસી. અનુ૦

સદ્ગુરુને સેવતાં મારું મનડું મોહ્યું રે;

‘કૃષ્ણ’ કહે મહાપદમાં, એક ચિત્ત પ્રોયું રે. અનુ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963