Anubahv maro keni aagal kau gyanni parakashtha - Bhajan | RekhtaGujarati

અનુભવ મારો કેની આગળ કઉં જ્ઞાનની પરાકાષ્ઠા

Anubahv maro keni aagal kau gyanni parakashtha

ડોસા ભગત ડોસા ભગત
અનુભવ મારો કેની આગળ કઉં જ્ઞાનની પરાકાષ્ઠા
ડોસા ભગત

કેની આગળ કઉં, અનુભવ મારો કેની આગળ કઉં.

જ્ઞાનીને વાત કહું તો, ગાંડો કહે છે સહુ. - અનુભવ૦

નામ રૂ૫ અરપ્યું આપે, શું દેખાડી દઉં. અનુભવ૦

ચારે વાણીથી પાર રહ્યો હું, વૈખરીમાં શું લઉં. અનુભવ૦

વાદ વિવાદનો ત્યાગ કરી હવે, મૌન ધરીને રઉં. અનુભવ૦

સદ્ગુરુ શરણ રહી સાધ્યા તે, સમજી રહ્યો છે સઉ. અનુભવ૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927