ante ae ja prabhu albela leva aavshe - Bhajan | RekhtaGujarati

અંતે એ જ પ્રભુ અલબેલા લેવા આવશે

ante ae ja prabhu albela leva aavshe

અનંતપ્રસાદ અનંતપ્રસાદ
અંતે એ જ પ્રભુ અલબેલા લેવા આવશે
અનંતપ્રસાદ

અંતે પ્રભુ અલબેલા લેવા આવશે, રે દયા દર્શાવશે રે.

નાડો બધી તૂટતી જાશે. વ્યાકુળ જીવ ઘણો ગભરાશે;

ત્યારે સત્વર શાંતિ હૃદે રેલાવશે રે. અંતે પ્રભુ૦

દુઃખ સૌ દેહનાં દૂર નિવારી, વ્હાર કરશે દીનબંધુ મુરારિ;

મનહારી નિજ રૂપ આવી જણાવશે રે. અંતે પ્રભુ૦

જગતમોહ સઘળો વિસરાવી, દિવ્ય જ્ઞાન દિલમાં પ્રગટાવી,

પરા-ભક્તિની પૂરણ મજા બતાવશે રે. અંતે પ્રભુ૦

અતિ ઉમંગે નીકળી તનથી, દિવ્ય દેહે શોભતા વદનથી;

અનંત શ્રીવૈકુંઠ વિષે સિધાવશે રે. અંતે પ્રભુ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર : ભાગ 1-2 (પૃષ્ઠ ક્રમાંક 13)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1963
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ