Aniyali si aankhma - Bhajan | RekhtaGujarati

અણિયાલી સી આંખમાં

Aniyali si aankhma

રાજે રાજે
અણિયાલી સી આંખમાં
રાજે

અણિયાલી સી આંખમાં કૈં કાંમણ રે,

તે વેધાં તંનમંનપ્રાંણ સી સીખાંમણ રે.

એના વાંસલડીના વેણમાં કૈં કાંમણ રે,

તે સાંભળતાં સૂધ જાએ સી સીખાંમણ રે.

એની મીટલડીની મીટમાં કૈં કાંમણ રે,

તે ચોરી લે છે ચંત સી સીખાંમણ રે.

સમજાવાની સાનમાં કૈં કાંમણ રે,

તેહેમાં તાંણી લે છે મંન સી સીખાંમણ રે.

એના ગાઆ ના ગુણ ગ્રામમાં કૈં કાંમણ રે,

રાજેના રસીઆ નાથ સી સીખાંમણ રે.

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998