અમારામાં અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રે
amaraman awgun re gurujiman gun to ghana re
જીવણ સાહેબ
Jivan Saheb
જીવણ સાહેબ
Jivan Saheb
અમારામાં અવગુણ રે ને ગુરુજીના ગુણ તો ઘણાં રે જી;
અમારા અવગુણ સામું મત જોજો રે...
ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે જી;
ગુરુજી મારા પારસમણિને તોલ… અમારા અવગુણ૦
ગુરુ મારા ગંગા રે‚ ગુરુ મારા ગોમતી રે જી;
ગુરુ મારા કાશી ને રે કેદાર... અમારા અવગુણ૦
ગુરુજી મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે જી;
ઈ તુંબડીએ ઊતરિયે ભવપાર... અમારા અવગુણ૦
જાલીડાં મેલાવો રે, ગુરુગમ જ્ઞાનનાં રે જી;
ઈ જાલીડાં જરણાં માહેલો જામ... અમારામ અવગુણ૦
ગુરુને પ્રતાપે દાસ ‘જીવણ’ બોલિયા રે જી;
દેજે અમને સંતચરણમાં વાસ... અમારા અવગુણ૦
amara re awgun re ne gurujina gun ghana re jee;
amara awgun samun mat jow
guruji maro diwo re‚ guruji maro dewta re jee;
guruji mara parasamanine tol… amara awgun0
guru mara ganga re‚ guru mara gomti re jee;
guru mara kashi ne re kedar amara awgun0
guruji mara trapa re‚ guruji mara tumbDan re jee;
i tumbDiye utariye bhawpar amara awgun0
jaliDan melawo re, gurugam gyannan re jee;
i jaliDan jarnan mahelo jam amaram awgun0
gurune prtape das ‘jiwan’ boliya re jee;
deje amne santacharanman was amara awgun0

સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ 1-2 (પૃષ્ઠ ક્રમાંક 215)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1963
- આવૃત્તિ : 3