અખિલ વિલાસી ઈશ્વર
Akhil Vilasi Ishvar
ગૌરીશંકર
Gaurishankar
ગૌરીશંકર
Gaurishankar
અખિલ વિલાસી ઈશ્વરા, તારી અકળિત માયા.
વિઘનહરણ વિશ્વંભરા, ગરવે ગ્રંથે ગવાયા. અખિલ૦
જ્યોતિસ્વરૂપે સર્વથા, સઘળે સ્થાને વિરાજે;
સ્થાવર જંગમ જાતમાં, એક તુંહી જ રાજે. અખિલ૦
રવિશશી કેરી જેત્સના, જોતાં જ્યાં નવ ભાસે;
ત્યાંહીં અખંડ તેજ તાહરું, તીવ્રતાથી પ્રકાશે. અખિલ૦
તુંહી શંકર વિષ્ણુ વળી, છે તુંહી વિધાતા;
તારું રટણ પ્રિય મુજને, જેથી રહે સુખ શાતા. અખિલ૦
સુખ કારણ સંસારને, દુષ્ટ દુઃખ નિકંદા;
‘ગૌરીશંકર’ ગુણ ગાય છે, મનહર મુદિત મુકુંદા, અખિલ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 189)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
