akhanD anadi re, anubhwi je hashe - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અખંડ અનાદિ રે, અનુભવી જે હશે

akhanD anadi re, anubhwi je hashe

ગણપતરામ ગણપતરામ
અખંડ અનાદિ રે, અનુભવી જે હશે
ગણપતરામ

અખંડ અનાદિ રે, અનુભવી જે હશે રે જી,

કરશે તો ભકિત કેરું કાજ .

સદ્‌ગુરુ સેવા સાચા સંતને રે જી,

મેખ કાંક લેાક તણી લાજ... અખંડ૦

સદ્‌ગુરુ શબ્દે રે કાળજ સોંધીયું,

પ્રગટ્યા પૂરણ બ્રહ્માનંદ,

મન જેનું માન્યું રે સતસંગમાં રે,

પડે પાછું અંગ... અખંડ૦

પ્રેમના પ્યાલો રે પીધો જેણે પ્રીતથી,

રાખી હૃદયમાં રૂડી રીત,

સિરને સાટે રે સેવો સાચા સંતને,

હોય પૂરવ જનમની પ્રીત... અખંડ૦

ભકિતને ભાવે ભૂદર ભેટિયા,

જેની ભાંગી મનડાની ભ્રાંત,

ગુરુને પ્રતાપે 'ગણપત' ગાય છે,

રાખો કાંઈ આપ ચરણમાં દાસ... અખંડ૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 110)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2