અકલ પુરુષ અવતારી
Akal purush avatari
વેરોજી
Veroji
વેરોજી
Veroji
અકલ પુરુષ ગુરુ અવતારી, જિન કિયા અભય ભવ ભયટારી,
પ્રગટ ભયા જગ પુરુષ પુરાતન, અકલ પુરુષ ગુરુ અવતારી. ટેક.
અજબ કળા આતમ અનુભવ કી, વિવિધ ભાંતિ ગુરુ વિસ્તારી,
જીવ અનેક અધમ કલિયુગ કે, તિન કું તુરત લિયા તારી... અકલ૦
ઇંદ્રલોક અગ્નિ સમ જાનત, બ્રહ્મલેાક સુખ ભયકારી,
ત્રણ સમાન ત્રય લોક સું તાકે, જન મન કી મમતા મારી... અકલ૦
પર ધન પથર સમાન ગિનત ગુરુ, નાગની સમ જાનત નારી,
વિષય ભાગ વિષવત ભાઈ જાકું, નહીં અપને તનસું યારી... અકલ૦
બોલત વચન મધુર મનેાહર, લાવન લલિત લગત પ્યારી,
ભવ ભજન અંજન મલ મજન, વરવી જ્ઞાનમય હું હારી... અકલ૦
કરી આતમ ઉપદેશ ક્રિપા નિધિ, અપની શક્તિ અંતર ધારી,
કહે ‘વેરા’ ગુરુ ચરણ કમલ પરી, બહેરી જાઉં બલિહારી... અકલ૦
સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 288)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- પ્રકાશક : સદ્ગુરુ વિશ્રામસાહેબની જગ્યા
- વર્ષ : 1994
