અકલ કળા ગત ન્યારી
Akal kala gat nyari
કૃષ્ણદાસ
Krushnadas
કૃષ્ણદાસ
Krushnadas
અકલ કળા ગત ન્યારી, જગત મેં સંત બડે ઉપકારી.
પરદુઃખ સે દુઃખી હોત સંત, પરસુખ સે સુખ ભારી રે જી. અકળ૦
મુખ પ્રસન્ન ઝળકત હે, જાકે નેનન મેં ગિરધારી રે;
ભક્તિ, વિવેક, જ્ઞાન, ગુણસાગર, નાગર ચતુરવિહારી રે. અકળ૦
જાકી બાંય ૫રમારથ, સ્વારથ નહિ સંસારી રે;
જાકે ચરણ ચ્હાય તે પાવત, ધર્માદિક ફળ ચારી રે. અકળ૦
સુરતરુ કામધેનુ ચિંતામણિ, ઉપમા કહું કહારી રે;
આતમરૂ૫ કરત એક પલ મેં, કામ ક્રોધ મદ ટારી રે. અકળ૦
આશારહિત નિરાશા ખેલે, જાનત કોઈ અધિકારી રે;
એસે સંત સેવત જન કોઈ, ‘કૃષ્ણદાસ’ બલિહારી રે. અકળ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 68)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
