aisa hai koi anubhwi - Bhajan | RekhtaGujarati

ઐસા હૈ કોઈ અનુભવી

aisa hai koi anubhwi

ગોદડ ગોદડ
ઐસા હૈ કોઈ અનુભવી
ગોદડ

ઐસા હૈ કોઈ અનુભવી, અપરમ પદ બૂઝે જી,

અવર કોઈ દૃષ્ટે આવે નહીં, સોહં પદ સુરતે સૂઝે જી... ઐસા હૈ૦

અખરા આદિ અનાદિના, અનુભવ છે ભારી જી,

જોગી ભોગી પિયા આપ હૈ, આપે નર ને નારી જી... ઐસા હૈ૦

વાજે વજાડે પિયા આપ સે, આપે આપ જશ ગાવે જી,

આપે દેવળ આપે પડછંદા, આપે આપ બોલાવે જી... ઐસા હૈ૦

કાળે ખાયા જંજાળ કું, કહો કાળ કહાં સે આયા જી,

પિયા પ્રતિબિંબ એક છે, સહેજે સૂન મેં સમાયા જી... ઐસા હૈ૦

પાંચે ઇન્દ્રિ વશ કરી, તે નર જોગ કમાયા જી,

‘ગોદડ’ ગુરુ પ્રતાપ સે, આવાગમન મિટાયા જી... ઐસા હૈ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 259)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6