agan bhumi darshaya - Bhajan | RekhtaGujarati

અગન ભૂમિ દરશાયા

agan bhumi darshaya

કબીર કબીર
અગન ભૂમિ દરશાયા
કબીર

અગમ ભૂમિ દરશાયા, સંતો, ઐસા અમર ઘર પાયા.

પૃથ્વી જલ તેજ અરુ વાયુ, ઔર ગગન કી છાંયા,

આપ આપ મેં ઊલટા પરખ્યા, તુરિયાને ખેલ રચાયા. -

કૌન ઉપજે ને કૌન વણસે, કૌન તરે, કૌન તારા?

જલ કા તોરિંગ જલ સે ઉપજે, ફેર જલ સે ન્યારા. -

ભરિયા કુંભ જલહી જલ કા, બાહર ભીતર પાની,

વણસ્યા કુંભ સમાણા જલ મેં, બૂઝત વિરલા જ્ઞાની. -

હતા અથાહ થાહ સુધ પાઈ, સાયર લહેર સમાની,

ઢિમ્મર જાળ દોર કહાં કરહી, મીન ભયા જબ પાની. -

બિન ગુરુજ્ઞાન ધુંવા જિસ બાદલ, એળે જનમ ગુમાવે,

કહે ‘કબીર’ ગંગા કી સેંનાં, ગૂંગા કું ગમ આવે. -

ઐસા અમર ઘર પાયા, સંતો, અગમ ભૂમિ દરશાયા.

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 1