Aeji saheb e aaku de - Bhajan | RekhtaGujarati

એજી સાહેબ દે આકુ દે

Aeji saheb e aaku de

શમ્સ પીર શમ્સ પીર
એજી સાહેબ દે આકુ દે
શમ્સ પીર

એ જી સાહેબ દે આકુ દે ગુસાહિયા મારે તું ભીદે,

ભાઈ કોણ કિસી કું મનએ, મનએ મ કરો... (૧)

એ જી ચિંત હમારા તીસી ચોખા કરો,

ભાઈ હમને તમને જેણે સિરજ્યા ઘરે... (૨)

એ જી ભાગો વરસે નૂર નૂર સદા સાહેબ ભરપૂર,

અમરત પાત્ર ભરે... (૩)

એ જી એ જમીં પૂછે આસમાન ભાઈઓ,

એઓદે મુનિવરા કોણ ગયા… (૪)

એ જી લાગા મેરે શાહને દીદાર,

ભાઇ એઓદે મુનિવર વઈકુંઠ ગયા... (૫)

એ જી બોલિયા 'પીર શમસ શાહ' દિલ દરિયા,

ઉઠડા ત્રુઠડા હંસેધા રાજા નવે ખંડ મેં શાહ મહેર કરો... (૬)

સ્રોત

  • પુસ્તક : ગિનાને શરીફ ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 144)
  • પ્રકાશક : ઈસ્માઈલીઆ એસોસિએશન ફોર ઈન્ડિયા
  • વર્ષ : 1979