maheto chhun mara malekno ho jee! - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મહેતો છું મારા માલેકનો હો જી!

maheto chhun mara malekno ho jee!

સુધાંશુ સુધાંશુ
મહેતો છું મારા માલેકનો હો જી!
સુધાંશુ

દફતર ધણીને દેશું રે જીવને લખ્યું રે,

મહેતો છું મારા માલિકનો હો જી!

કરમની કલમની ભળાવી મારા સાહ્યબે,

આરાધક ધણીના અહાલેકનો હો જી!

ભરીભરી સાહ્યબી

વિભવની વાનગી,

આતમને ખાતે તો ખતવીને આપી ઉરને,

પરમની પરવાનગી હો જી!

સાચાંખોટાં લેખાં રે તપાસે ખાતાવહી ખૂંદીને,

જમા રે કર્યું તો જાણે રે હો જી!

ઉધારમાં ધીર્યું રે કાંઈ કાંઈ નોખું નાણે રે,

તારીજો જુદા કરી તાણે રે હો જી!

ખાતાવહી પ્રેમની,

જિંદગાની પ્રેમની,

આપવી છે સાચી રે લખીને અલખની લેખણે,

કરવી છે રજૂ હતી જેમની હો જી!

લેવીદેવી રકમું રોકાતી મારા નાથને,

સાચવું હું આતમઆંટને હો જી!

આંક એક ઓછો ના રહે માગું મનડાને માયલે,

ગમ પાડો! હરિ! મારી ગાંઠને હો જી!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981