જેની સુરતા નામ સે લાગી રે
jeni surta nam se lagi re
ત્રિકમસાહેબ
Trikamsaheb

જેની સુરતા નામ સે લાગી રે, કોઈ વિરલા સચ્ચા વૈરાગી.
કામ ક્રોધ ને મોહ મદ મમતા, છોડ ચલ્યા બડભાગી રે,
નુરત સુરતનાં નિશાન ફરકે, અનહદ નોબત વાગી રે... કોઈ૦
અણી અગર આસન કીના રે, અગમ ખેલ હૈ આગી રે,
ઝલમલ જ્યોતિ ઝરૂખે દીસે, સદ્ગુરુ મળિયા સુહાગી રે... કોઈ૦
ખીમને ભાણ રવિ રમતા રે રામા, આદિ અંતના સંગી રે,
આદિ અનાદિ જૂના જોગી રે, શબ્દ રૂપ સરવંગી રે.
આઉં ન જાઉં મરું ન જીવું રે, રણુંકારના રાગી રે,
‘ત્રિકમદાસ’ સત્ત ખીમનાં ચરણાં, ચરણ કમલમાં લેહ લાગી રે... કોઈ૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી