દેખો ખાવન કા ખેલ રે
dekho bavan ka khel re
ત્રિકમસાહેબ
Trikamsaheb

દેખો ખાવન કા ખેલ રે, દરશન બાર દેખ્યા રે.
બાહિર દેખ્યા ભીતર દેખ્યા, દેખ્યા અગમ અપાર રે,
છાંયાથી ન્યારા મારા સતગુરુ દેખ્યા, પલ પલ આવે મોરી પાસ રે... દરશન૦
નાભિ કમલ સે આવે ને જાવે, પલ પલ હુવો પરકાશ રે,
રણુંકાર ઝણુંકાર હોઈ રિયા, ઉનકા નામ અવાજ રે... દરશન૦
ગેહેરી નોબત ગડગડે ને, ધીરપ રાખો ધ્યાન રે,
સુરતા ધરીને સાંભળો રે, સોઈ વચન સુલતાન રે... દરશન૦
ક્ષમ્યા તણા નેજા ખોડિયા ને, નામ તણા નિશાન રે,
‘ત્રિકમદાસ’ સત્ત ખીમને ચરણે, ગુરુવે બતાવેલ જ્ઞાન રે... દરશન૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી