Abki ber ugaro nath moy - Bhajan | RekhtaGujarati

અબકી બેર ઉગારો નાથ મોય

Abki ber ugaro nath moy

છોટાલાલ છોટાલાલ
અબકી બેર ઉગારો નાથ મોય
છોટાલાલ

અબકી બેર ઉગારો નાથ મોય, અબકી બેર ઉગારો રે.

સબ રિપુ મોહે બહુત સતાવે, તાતેં તમહીં નિવારો રે. અ૦

કબહુ મનોભવ સાયક મારે, મોહે ભ્રમાવનહારો રે;

કબહુક લેભ ઠગાવત આઈ, કેધ જારે તન સારો રે. અ૦

દૂરમતિ દુષ્ટ કુતરક ઉઠાવત, ઈરષા દેશ પસારો રે;

આશા તૃષ્ણા બડી પાપિણી, શુભ ગુણ ગ્રસત હમારો રે. અ૦

ઈષ્ટ ભજન મેં આવરણ દેવે, કૂડ કપટ છલ કારો રે;

બહુ અવિવેક અનીતિમંદા, દેત મહા દુઃખભારો રે. અ૦

હરિ ગુરુ સંતસ્વરૂ૫ એક હો, મોરી અરજ ઉર ધારો રે;

જન ‘છોટા’ કો લહો ઉગારી, જાણી ગુલામ તમારો રે. અ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 199)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963