Abhiman dhare sha mate? - Bhajan | RekhtaGujarati

અભિમાન ધરે શા માટે?

Abhiman dhare sha mate?

કેશવલાલ કેશવલાલ
અભિમાન ધરે શા માટે?
કેશવલાલ

અભિમાન ધરે શા માટે? આવ્યા સૌ એક વાટે રે.

ખર ખોટી મોટી કરે તે થાપ કરે છે ત્રાટે;

ખોટો ખેલબેલ મેલી દે, આખર એમ ખાટે રે. અભિમાન૦

આડે ધડે ધાયો શું અંધા, ધન યૌવનને કાંટે?

અંતે સૌની એક દશા છે, દાહ કરે કે દાટે રે. અભિમાન૦

સુત દારા ખારામાં ખૂંચ્યો, ગોથાં ખાય ગપાટે;

ધામધરાદિક વૈભવમાંથી, ઝડપે કાળ ઝપાટે રે. અભિમાન૦

નીતિ ન્યાય ને પુણ્યમાં પ્રીતિ, શમ દમ કરે શિર સાટે;

ધર અંતરમાં ‘કેશવ’ હરિને; જન્મમરણ ખત ફાટે રે. અભમાન૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963