aawo ji aatam karta - Bhajan | RekhtaGujarati

આવો જી આતમ કરતા

aawo ji aatam karta

ઈબ્રાહીમ ઈબ્રાહીમ
આવો જી આતમ કરતા
ઈબ્રાહીમ

આવો જી આતમ કરતા, તમ મળે સુખ થાય જી,

તમ મળે સુખ થાય, જરણ મરણ મટી જાય.

તમ તળે આનંદ ઊપજે, ભવનાં દુખડાં જાય, હરહર

જેમ દૂતની ફાંસી ટળે, અગમ વાટના માંય... આવો જી૦

વેરીએ વિચારી આપનું, રાખો ચરણાં માંય, હરહર

હરદમ આવે આપનો, બીજું ના માગું કાંય... આવો જી૦

ઉરધમાં આસન રાખો, અગનિત દરશન થાય

આગુજીના આસરે, મારો વાલોજી ઓળખાય... આવો જી૦

જીવ જોતાં શિવ જડિયાં, કે'તાં મન શરમાય, હરહર

જગત ભર મેં સુંન રેવું, કે'તાં દલ અચકાય... આવો જી૦

કે'વા સરખું કહી દીધું, જ્ઞાનને સમજાય, હરહર

'ઈભરાહીમ'ને આસરો, ગુરુ સેવા માંય... આવો જી૦

સ્રોત

  • પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય: વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સર્જક : ડૉ. રાજેશ મકવાણા
  • પ્રકાશક : રાજેશ મકવાણા, 'આસ્થા' ૬૪, ધર્મભૂમિ સોસાયટી, વિસનગર લિંક રોડ, મહેસાણા -384001
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 1