aatm dew ko ek kari jano - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આત્મ દેવ કો એક કરી જાણો

aatm dew ko ek kari jano

ગોરખનાથ ગોરખનાથ
આત્મ દેવ કો એક કરી જાણો
ગોરખનાથ

આત્મ દેવ એક કરી જાણો,

ઈન સંગ ધ્યાન લગાવો રે.

કાચી માટી કા એક કુંભ બનાયા જી, માંહી પવનયંત્ર લગાયા જી રે

અજ્ઞાન અંધકારમાં સબ જુગ ભૂલ્યા, ભૂલ્યા સકળ સંસારા રે. - આત્મ૦

પાંચ કું માર પચીસ કું હટાવો, સુરતા કું પકડી મંગાવો,

નુરત સુરત સે પાણી ભરીલા, પાકા રંગ ચડાવે ?—આત્મ૦

તલભર તાંળાં ને રજભર કૂંચી, તે મારા સતગુરુજી ખોલ બતાવે રે,

કાળ ક્રોધ કું કર ડાલો કટકા, સોહમ જાપ જપાવો રે. - આત્મ૦

શીશ ઉતારી સતગુરુજી કું દિયા, તેા અજરઅમર ઘર પાવો જી,

ભણે 'ગોરખનાથ' સુણા મચ્છીન્દ્ર, સતગુરુ પાર લગાવો રે. - આત્મ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001