aatlo sandesho - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આટલો સંદેશો

aatlo sandesho

અંબારામ ભગત અંબારામ ભગત
આટલો સંદેશો
અંબારામ ભગત

આટલો સંદેશો મારા સદ્‌ગુરુને કહેજો,

સેવકના હૃદિયામાં રહેજો... સંદેશો૦

સેવા ને સમરણ અમે કોનાં રે કરીએ?

તેનો આદેશ અમને દેજો... સંદેશો૦

કાયાનું દેવળ અમને લાગે છે કાચું,

તેની ભાળવણી અમને દેજો... સંદેશો૦

કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે?

તે ઘર બતલાવી અમને દેજો... સંદેશો૦

બ્રહ્મસ્વરૂપ મારી નજરુંમાં ના’વે,

દર્શન દીદાર અમને દેજો... સંદેશો૦

તમે છો અમારા ને અમે તો તમારા,

જનમોજનમની ભક્તિ દેજો... સંદેશો૦

બેઉ કર જોડી દાસ ‘અંબારામ’ કહે છે,

સેવકને શરણુંમાં લેજો... સંદેશો૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3