Aanand mangal karu aarti - Bhajan | RekhtaGujarati

આનંદમંગળ કરું આરતી

Aanand mangal karu aarti

પ્રીતમ પ્રીતમ
આનંદમંગળ કરું આરતી
પ્રીતમ

આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;

પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા. આનંદ૦

તીરથ સહુ સાધુને ચરણે, ગંગા જમુના રે'વા;

મહા મોટા સંત પતિતપાવન, સુખના સાગર જેવા. આનંદ૦

રત્નકુંભ ઘન વાજાં ભીતર, આનંદરૂપી એવા;

ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ, મુહુરત અકળ અમેવા. આનંદ૦

અખંડજ્યોત ઘટબાજી અંતર, નિત્યનિરંતર એહવા;

કહે ‘પ્રીતમ’ ઓળખો અણસારે, હરિજન હરિના જેહવા. આનંદ૦

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998