આજનો માંડવડો મારો
Aajno Mandavado maro
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
આજનો માંડવડો મારો, મોગરડે છાંયો;
રાધાજીના સંગે વહાલો, રમવાને આયો. – આજનો૦
ગોફણીએ ઘુઘરડી ઘમકે, રેશમની દોરી;
શામળીઓ શામળો રંગે, રાધિકા ગોરી. – આજનો૦
દહીં દૂધ ને કરમલડો, માંહી સાકર ઘોળી;
માહારા વહાલાજી આરોગે, પીરસે ભમરભોળી. – આજનો૦
શોળે ને શણગાર સજ્યા સખી, ઓઢણ સાડી;
શ્રી વૃંદાવનમાં વિઠ્ઠલ સાથે, રમત માંડી. – આજનો૦
અખંડ હેવાતણ મારે, એ વર રૂડો;
‘નરસૈયા’ચા સ્વામીએ મુજને, પેહેરાવ્યો ચૂડો. – આજનો૦
સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ૧ (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ સીરીઝ
- વર્ષ : 1890
