aaj to jamphoj mare - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આજ તો જમફોજ મારે

aaj to jamphoj mare

કરક કરક
આજ તો જમફોજ મારે
કરક

આજ તો જમફોજ મારે, ઈશ્વરગુણ ગાય કે... આજ૦

શીલ હી કો સજ સાજ, ડરપાયો કામરાજ,

નીતિ કી બખતર બાજ, નેકી સે ધરાય કે... આજ૦

ક્ષમા ખડગ હાથ લિયો, ક્રેાધ કું ભગાય દિયો,

ધ્યાન કો ધનુષ્ય કિયો, બાણ સાન લાય કે... આજ૦

જ્ઞાન ગદા ફેર ફેર, મારે મેાહ ઘેર ઘેર,

પ્રભુનામ ટેર ટેર, બ્રહ્મ પદ પાય કે... આજ૦

જમરાજ જોર કાહાં, બ્રહ્મ કો ટંકાર જાંહાં,

‘કર્ક’ આનદ તાંહાં, બૈઠે સમાય કે... આજ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ બીજો (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ઓશિંગણ
  • પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ, કાવસજી પટેલ સ્ટ્રીટ નં. 5, કોટ, મુંબઈ
  • વર્ષ : 1909
  • આવૃત્તિ : 1